સિદ્ધગીરી, પાલીતાણામાં આસો સુદ પૂનમની સામુહિક ઉજવણી પ્રસંગે ગત તા. ૨૭ ના રોજ ભારતભરમાંથી ૧૦ વર્ષથી ૬૦ વર્ષના ૩૦ મુમુક્ષુ ભાઈઓ બહેનો જેઓ – નજીકનાં સમયમાં દિક્ષા લેવાનાં છે તેઓ સામુહિક પધારતા સમગ્ર જૈન સમાજમાં આનંદની લાગણી જોવા મળી હતી.

આ પ્રસંગે ૩૦ મુમુક્ષુઓ સાથે પાલીતાણામાં બિરાજમાન પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સમુદાયનાં શ્રમણ શ્રમણી ભગવંતોની સાથે ચતુર્વિધ સંઘની હાજરીમાં ભવ્ય વર્ષોમાં ચાર તળેટી રોડ ઉપર નંદપ્રભા સલોત ભવનથી નીકળેલ. ત્યાર બાદ નંદપ્રભામાં દરેક મુમુક્ષુઓને પૂ. આચાર્ય દિવ્યકીર્તીસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આચાર્ય પુણ્યકીર્તિસૂરીશ્વરજી મહારાજે હિતશિક્ષા આપેલ. રાત્રે મુમુક્ષુઓનું બહુમાન જયંતીલાલ દાનસુંગભાઈ અજબાણી પરીવાર – નંદ પ્રભા પરીવાર, સલોત ભવનના ભૂમીદાતા – ટ્રસ્ટી દિવ્યકાંત સલોત સપરીવારે તથા અન્ય શ્રેષ્ઠીઓએ કરેલ.
ખાસો સુદ ૧૫ ને તા. ૨૮ને શનિવારનાં રોજ ૨૫૦ જેટલા સાધુ સાધ્વી તથા ચતુર્વિધ સંઘ સાથે સિધ્ધગિરિરાજની સર્પશના નવટુકમાં બિરાજમાન પાંચ પાંડવોની દેરીએ પૂજન, દર્શન વંદન તથા ગિરિરાજ ઉપર બિરાજમાન પ્રથમ તિર્થંકર આદેશ્વર દાદાની પક્ષાલ પૂજા આશરે ૨ થી ૩ હજાર ભારતભરનાં ભાવિકોએ યાત્રા સાથે કરી હતી.





