વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં મતદાન માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થશે. એ પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે બપોરે ભાવનગરમાં રોડ શો કરી ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરશે.
ભાવનગરના પૂર્વમાં ભાજપના ઉમેદવાર સેજલબેન પંડ્યા અને પશ્ચિમમાં જીતુભાઈ વાઘાણીના સમર્થનમાં જે.પી.નડ્ડા આજે મંગળવારે બપોરે શહેરના શાસ્ત્રીનગર, ઘંટીવાળા ચોકથી રોડ શો નો પ્રારંભ કરી નિલમબાગ સર્કલ થઈ કાળાનાળા થઈ ઘોઘાગેટથી ખારગેટ સુધી રોડ શો કરશે અને અભિવાદન ઝીલશે.