સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા મનીષ સોલંકીએ પરિવારના 6 લોકોને ઝેર આપ્યા પછી પોતે પણ આત્મહત્યા કરી હતી. સુરતના અડાજણ વિસ્તારમાં મનીષ સોલંકી પરિવાર 7 લોકોના સામુહિક આપઘાત મામલામાંઆર્થિક સંકડામણ અનુભવતા પરિવારના મોભી મનીષ સોલંકીએ આ પગલુ ભર્યુ હતું. પરંતું તપાસમાં સામે આવ્યું કે, મનીષ સોલંકી દર મહિને જુદી જુદી બેંકમાં 1.40 લાખનો લોનનો હપ્તો ભરતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મનીષ સોલંકીએ બેન્કના હપ્તા ભરવાની ચિંતામાં પગલું ભર્યું હોવાની આશંકા છે. માસિક 1.40 લાખ જેટલો હપતો મનીષ જુદી જુદી બેંકમાં ભરતો હતો. પોલીસ દ્વારા SIT બનાવી નજીકના લોકોના નિવેદન લેવામાં આવી રહ્યાં છે.
સુરતની આ ઘટનામાં મનીષ કોઈ તાંત્રિક વિધિના ચક્કરમાં ફસાયો હતો કે કેમ તે પણ એક સવાલ છે. આ વાતની સાબિતી આપતો એક વિડીયો પણ બહાર આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે કે જેમાં એક તાંત્રિક પાસે બેઠેલો વ્યક્તિ મનીષ હોવાના દાવા થઈ રહ્યા છે. આ જ તાંત્રિક પાસે મનીષ અવારનવાર વિધિ કરાવતો હતો તેવી વાત પણ બહાર આવી છે.
સુરતના પાલનપુર પાટિયા વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં સી-2 બ્લિડિંગમાં રહેતા મનિષ સોલંકીએ પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા અને મોટા કોન્ટ્રાક્ટ રાખતાં મનિષ સોલંકી લાંબા સમયથી આર્થિક સંકરામણ અનુભવતા હોય તેવું પ્રાથમિક રીતે લોકોનું કહેવું છે.