અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈને પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. રાજન સુસરા વલસાડ મરીન સિક્યોરિટીમાં એસીપી તરીક ફરજ બજાવે છે.
પ્રાપ્ત વિગત મુજબ, થલતેજમાં શાંગ્રીલા બંગલોમાં IPS અધિકારી રાજન સુસરા પરિવાર સાથે રહે છે. આજે આ જ બંગલોમાં તેમની પત્નીએ આપઘાત કરી લીધો છે. કયાં કારણોસર આપઘાત કર્યો તે અંગે હાલ જાણવા મળ્યું નથી. હાલ આપઘાત પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. પણ અમારી પોલીસ દ્વારા તમામ બાબતે તપાસ કરવામાં આવી રહી છે.