Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ઇઝરાયલી સેનાએ ગાઝા પર હુમલો કર્યો : 180 પેલેસ્ટિનિયનના મોત

5 દિવસ સુધી ચાલેલું યુદ્ધવિરામના પૂર્ણ

dharmendravaghela by dharmendravaghela
2023-12-02 12:04:32
in Uncategorized
Share on FacebookShare on Twitter

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. 5 દિવસ સુધી ચાલેલું યુદ્ધવિરામના પૂર્ણ થતાની સાથે જ ગાઝા પટ્ટી પર ફરી એકવાર બોમ્બનો વરસાદ થવા લાગ્યો. શુક્રવારે સવારે યુદ્ધવિરામ સમાપ્ત થયો, ત્યારબાદ ઇઝરાયેલી સેનાએ ગાઝામાં હવાઈ હુમલો કર્યો. શુક્રવારે ઇઝરાયલી બોમ્બમારામાં લગભગ 180 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.
શુક્રવારે યુદ્ધવિરામ સમાપ્ત થતાંની સાથે જ રોકેટ ફાયરિંગ, હવાઈ હુમલા અને જમીની લડાઈ પણ શરૂ થઈ ગઈ છે. ઇઝરાયેલી સૈન્યએ હમાસ પર દક્ષિણ ઇઝરાયેલ તરફ રોકેટ છોડવાનો આરોપ મૂક્યો હતો, ત્યારબાદ IDFએ ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. આ સાથે ગાઝામાં લડાઈનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે હમાસ સાથેના યુદ્ધવિરામના અંત પછી ગાઝા પર ઇઝરાયેલી બોમ્બમારામાં લગભગ 180 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, જ્યારે 589 લોકો ઘાયલ પણ થયા હતા.
હમાસનું કહેવું છે કે તેમણે દક્ષિણ અને મધ્ય ઇઝરાયેલના શહેરો તરફ રોકેટ છોડવાનું ફરી શરૂ કર્યું છે. તે જ સમયે, પેલેસ્ટિનિયન રેડ ક્રેસેન્ટનું કહેવું છે કે ઇઝરાયેલની સેના રફાહ બોર્ડર ક્રોસિંગ દ્વારા ગાઝામાં પ્રવેશતા સહાયક ટ્રકોને રોકી રહી છે. ઈઝરાયેલની સેના હવે ધીમે ધીમે ગાઝા પટ્ટીના દક્ષિણી ભાગ તરફ આગળ વધી રહી છે. બીજી તરફ, બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહેલા કતાર, ઇજિપ્ત અને અમેરિકાનું કહેવું છે કે તેઓ ગાઝામાં માનવતાવાદી યુદ્ધવિરામ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે.

હમાસે મોટરસાઇકલ એક્ઝોસ્ટથી બાળકોના પગ દઝાડ્યા

હમાસની કેદમાંથી મુક્ત થયેલાં બાળકોએ દાવો કર્યો છે કે, આતંકવાદીઓએ તેમને ઓળખવા માટે તેમના પગ સળગાવી દીધા હતા. આ માટે મોટરસાઇકલ એક્ઝોસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તમામ બાળકોને મોટરસાઇકલ પર બેસાડવામાં આવ્યાં હતાં અને તેમના પગ સળગતા એક્ઝોસ્ટ પર મૂકવામાં આવ્યા હતા.

Tags: ceasefire endGazahamas israel
Previous Post

ગુડ ફ્રેન્ડ્સ… #Melodi

Next Post

એથરની આગ : વધુ એકનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Reglementarea Platformelor De Jocuri Explicații Lady casino — România Register & Win

February 28, 2026
Uncategorized

Tableau Plan Secret Et Tenir Marchand Choix Locowin casino région européenne Play & Claim

February 28, 2026
Uncategorized

Very Money Online Cassino Atomic Number 23 Disengage Caper Online casino Limitless American territory

February 28, 2026
Next Post
સચિન જીઆઇડીસી ઘટનામાં કંપની સામે માનવ વધનો ગુનો નોંધો: કૉંગ્રેસ

એથરની આગ : વધુ એકનું મોત

વાદળ ફાટતા એક જ પરિવારના 7નાં મોત,  6નું રેસ્ક્યુ

આજે મધ્યપ્રદેશ ,કર્ણાટક ,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.