ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન દવારા ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે ક્રિસમસ કાર્નિવલ તા. ૨૫ અને ૨૬ ડિસેમ્બરના રોજ ભાવનગરમાં પ્રથમ વખત શહેરની તમામ હોટલ તેમજ નામાંકિત રેસ્ટોરન્ટ દવારા આયોજન થઈ રહયુ છે.
ભાવનગરની સ્વાદપ્રિય જનતા માટે વિવિધ પ્રકારના ફયુઝન એક જ આંગણે ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે માણવા મળશે અને જેની સાથે સાથે બાળકો માટે ખાસ ગેમઝોન તેમજ અલગ અલગ પ્રકારની અનેક વિધ એકટીવીટી પણ યોજવામાં આવશે. જેનું એન્કરીંગ પણ અમદાવાદના પ્રખ્યાત સાન્વી દ્વારા કરવામાં આવશે. તેમજ જેમાં આકર્ષીત ગ્રાઉન્ડ ડેકોરેશન તેમજ ચુસ્ત સિક્યુરીટીની વ્યવસ્થા આપવામાં આવશે.
ધ બીગેસ્ટ ફુડ ફેસ્ટીવલ સીઝન-૧નું આયોજન તા.૨૫ ડિસેમ્બરથી ૫ વાગ્યાથી ૧૧ઃ૩૦ સુધી ભાવનગરની સ્વાદપ્રિય જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. જે ૨૬ ડીસેમ્બર સુધી રહેશે.