ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન આયોજિત ૨૪ અને ૨૫ ડિસેમ્બરે ચિત્રકલા અને રસિકભાઈ હેમાણી ફોટોગ્રાફી હરીફાઇ – પ્રદર્શનનું આયોજન કરવામા આવેલ. ૨૪મીએ ઉદ્ધાટનમાં ડૉ.ઉષાબેન પાઠક, મનીષભાઈ ઠાકર, સતિષભાઈ મહેતા, જે ડી દેસાઈ, ચિંતનભાઈ વાઘાણી, અને સુમેન્દ્રભાઈ સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસીય આ હરિફાઇ કમ પ્રદર્શનનો ૨૫મીએ સમાપન સાથે ઇનામ વિતરણ સમારોહ લીલા ગૃપ ઓફ કંપનીઝના ચેરમેન કોમલકાંત શર્માની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં ૨૧ વિજેતાઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
બે દિવસીય આ પ્રદર્શનમાં રાજમાતા હંસાદેવી ઑફ અજયગઢ તથા મહારાણી રોહીણીદેવી જાડેજા ઑફ કચ્છ સ્ટેટ બંને મહારાજા કૃષ્ણકુમારસિંહજીના દીકરીઓએ ખાસ મુલાકાત લઈ અભિનંદન પાઠવેલ. સ્પર્ધાના ઈનામ વિતરણ કાર્યક્રમમાં કોમલકાંતભાઈ શર્મા, ગિરીશભાઈ શેઠ, અને ભરતભાઈ પંડયા ઉપસ્થિત રહ્યા હતા. કુલ એકવીસ ઈનામો આપવામા આવેલ. બે ઇનામો સી. પી. બાળકોને પણ આપવામાં આવ્યા હતા. ઉપરાંત ખોડીદાસ પરમારની ખોડીદાસ શૈલીને જીવંત રાખનાર તેમના વિદ્યાર્થી ડૉ. અશોકભાઈ પટેલ અને મહુવા ખાતે ભરતભાઈ ચૌહાણનું પણ આ તકે સન્માન કરવામાં આવેલ.
ચિત્રકારો અને ફોટોગ્રાફરે હરીફાઈમાં એવોર્ડ મેળવનાર ચિત્રકલા ‘અ’ વિભાગ ૧૦ થી ૧૮ વર્ષના ધાર્મિ એચ પાનેલીયા, રુચા એસ બાદશાહ, સૃષ્ટિ એમ ચાંપાનેરી, રાજલબા એમ ચુડાસમા, હસ્તી સી ધાંધલીયા, સુહાન એસ કપાસી, અને આર્યન આર મકવાણા, જ્યારે સી.પી. ચાઈલ્ડમાં મફદલ એચ સાયકલવાળા અને યુવરાજ એચ ચૌહાણને ઇનામ આપવામાં આવેલ. ચિત્રકલામાં ‘બ’ વિભાગમાં ૧૯ વર્ષથી ઉપરના સ્ટેટ લેવલના હિરલ બી વાઘેલા, પ્રશાંત એમ પટેલ, અમદાવાદ રમેશભાઈ એમ ગોહિલ, યોગેન્દ્ર જે વેદાણી, લોકલ ઈનામો જગદીશ એન જાેશી, દર્શના સી વડોદરીયા, અને ફાલ્ગુની આર પારેખ, જ્યારે તસ્વીરી કલામાં સ્ટેટ લેવલમાં સિદ્ધાર્થ એન સાવડીયા, ઈશ્વરલાલ વ્યાસ, રાજકોટ અને હેમંતકુમાર એસ પંડ્યા, અમદાવાદ જ્યારે ફોટોગ્રાફીમાં લોકલ ઈનામો ચિંતનભાઈ વાઘાણી, ઓમ એ. વ્યાસ, અને આકાશ એમ પટેલને ઇનામો આપવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન અમુલ પરમારે કરેલ અને આભાર વિધિ વિશ્વાબેન માળીએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવનાર રેખાબેન વેગડ,રાજશ્રીબેન પરમાર, ચિત્રાબેન પરમાર, ફાલ્ગુનીબેન પારેખ, જગદીશભાઈ જાેષી, ઘવલ પરમાર, કૌશલ શિયાળ, અંજલી મહેતા વગેરેએ જહેમત ઊઠાવી હતી.