હિમાચલ સહિત ઉતર ભારતમાં થયેલી હીમ વર્ષા બાદ શરૂ થયેલો પવન હવે સૌરાષ્ટÙ અને ગુજરાત સુધી પહોચતા છેલ્લા ત્રણ દિવસમાં લઘ લઘુતમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી જેટલો ઘટાડો થતાં સમગ્ર સૌરાષ્ટÙ અને ગુજરાતમાં ઠંડીનું સામ્રાજ્ય થવાયું છે ભાવનગર શહેરમાં પણ છેલ્લા ચાર દિવસમાં લઘુતમ તાપમાન ૩.૨ ડિગ્રી ઘટતા આજે ૧૫.૨ ડિગ્રી તાપમાન સાથે શિયાળની સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. સવારના સમયે આજે સતત બીજા દિવસે ભાવનગરમાં ઘુમ્મસનુ સામ્રાજ્ય છવાયુ હતુ.
સમગ્ર સૌરાષ્ટÙની સાથે ભાવનગર શહેરમાં શિયાળાની સિઝનની ઠંડીનો બીજા રાઉન્ડ શરૂ થયો છે. જેમાં છેલ્લા ચારેક દિવસથી તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ સહિત ઉતર ભારતમાં થયેલી હીમ વર્ષાની અસર હવે રાજસ્થાન અને ગુજરાત પર થવા લાગી હોય તેમ ઉતર પૂર્વીય શિત પવન ફૂકાતા વાતાવરણ ટાઢુબોળ થઈ જવા પામ્યુ છે. પરિણામે સમગ્ર સૌરાષ્ટÙ અને ગુજરાત ભરમાં કાતિલ ઠંડીનુ જાર વધ્યું છે. જેમાં સૌથી વધુ ઠંડી નલીયામા નોંધાય છે. જ્યારે ભાવનગર શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં રાત્રીના તાપમાનમાં ૧ ડિગ્રીનો ઘટાડો થતા આજે ૧૫.૨ ડિગ્રી સાથે શહેરમાં શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવહ રહ્યો હતો. જેના કારણે બજારમાં લોકો સ્વેટર, ટોપી, મફલર સહિત ગરમ વ†ો ધારણ કરીને નિકળતા જાવા મળ્યા હતા.
શહેરમાં છેલ્લા બે દિવસથી ફૂકાઇ રહેલા સુસવાટા મારતા ટાઢોબોળ પવનની સાથે ભેજનુ પ્રમાણ વધતા સવારે ધુમ્મસનુ પ્રમાણ વધ્યુ છે. આજે બીજા દિવસે પણ સવારે શહેરમાં ધુમ્મસ છવાયેલૂ રહેતા લોકોએ હીલ સ્ટેશન જેવા વાતાવરણનો અનુભવ કર્યો હતો. જાકે સવારે કાતિલ પવન સાથે પડતી ઠંડીના કારણે શાળાએ જતા બાળકોને ભારે મૂશ્કેલીઓ પડી રહી છે. ઠંડીના લોકો રાત્રીએ તથા વહેલી સવારે મૂસાફરી કરવાનુ પણ ટાળી રહ્યાં છે. જ્યારે શિયાળાની સિઝનમાં મો‹નગ વોક તથા કસરત કરનારિઓની સંખ્યામાં પણ વધારો થવા પામ્યો છે. તો બીજી તરફ ઠંડીથી બચવા વસાણા સહિત શિયાળુ પાકનુ પણ સેવન કરવા લાગ્યા છે.