જેસર તાલુકાના જુના પાદર ગામમાં રહેતી મહિલાને તેના જેઠે ગાળો આપી તેમજ ભત્રીજા સહિત બે શખ્સે પાઇપ વડે માર મારી મહિલાના પત્નીને પણ મૂઢમાર મારવામાં આવતા મહિલાએ તેના જેઠ, ભત્રીજા સહિત ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ જેસર તાલુકાના જુનાપાદર ગામમાં આવેલ વાડી વિસ્તારમાં રહેતા ભાવિકાબા ભરતસિંહ ગોહિલ ( ઉં.વ.૩૫ ) ગઈકાલે સાંજે તેમના ઘરે હતા તે દરમિયાન તેમના જેઠ એભલસિંહ રૂખડભાઈ ગોહિલ, ભત્રીજાે પૃથ્વીરાજસિંહ તેમજ રાજેન્દ્રસિંહ ટાખુભા ગોહિલ તેમના ઘરે આવ્યા હતા અને તેના જેઠે ભૂંડાબોલી ગાળો આપી હતી તેમજ પૃથ્વીરાજસિંહ તથા રાજેન્દ્રસિંહે લોખંડના પાઇપ વડે માર મારી ઇજા કરી હતી. દરમિયાન તેમના સાસુ સસરા અને પતિ ભરતસિંહ આવી જતા રાજેન્દ્રસિંહે ભરતસિંહને પણ લાફા તેમજ ઢીકા પાટુ વડે મૂંઢમાર માર્યો હતો.
આ બનાવ અંગે ભાવિકાબા ગોહિલે તેના જેઠ, ભત્રીજા સહિત ત્રણેય વિરુદ્ધ જેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
કતપરના આધેડને માથામાં ખંપાળીનો ઘા ઝીંકાયો
મહુવા તાલુકાના કતપર ગામમાં રહેતા આધેડ રમેશભાઈ ધનજીભાઈ ઢાપા ( ઉં.વ.૪૫ ) ને ગામના સ્મશાનમાં આવેલ મેલડી માતાજીના મંદિરે બેસવા માટે થયેલી બોલાચાલીને દાઝ રાખી ગામમાં રહેતા છગન વાલાભાઈ ચાવડાએ ખંપાળીનો ઘા માથાના ભાગે ઝીકી દઈ લોહિયાળ ઇજા કરતા રમેશભાઈને સારવાર માટે મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રમેશભાઈએ છગન ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.