રાજ્યમાં જાહેર સ્થળો પર અધિકૃત રીતે બંધાયેલા ધાર્મિક સ્થાનોના વિવાદ કેસમાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા જવાબ પર ગુજરાત હાઈકોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી અને સરકાર પક્ષને માર્મિક ટકોર કરી હતી કે રાજ્યભરમાં જાહેર રસ્તાઓ, માર્ગો અને સ્થાનો પરના ગેરકાયદે એવા કુલ ધાર્મિક સ્થાનો પૈકી હજુ સુધી માત્ર તમે 23.33 ટકા ધાર્મિકર સ્થાનો દૂર કરી શક્યા છો. આ પ્રકારના ગેરકાયદે ધાર્મિક સ્થાનો દુર કરવા અંગે ખુદ સુપ્રીમ કોર્ટનો હુકમ છે, તો તમે તે હુકમના પાલન સંદર્ભે શું કર્યું..? તમે નીતિ વિષયક નિર્ણય લીધો હોવાના બહાને તમે પિટિશનના નિકાલ માટે બચાવ કરી શકો નહીં.
હજુ પણ જાહેર સ્થળો પર મોટી સંખ્યામાં અને અધિકૃત બાંધકામ વાળા ધાર્મિક સ્થાનો યથાવત હોવાનું કોર્ટે નોંધ્યું. રાજ્યમાં જાહેર સ્થળો પર અનઅધિકૃત રીતે બંધાયેલા ધાર્મિક સ્થાનોમાંથી માત્ર 23.33% બાંધકામો જ દૂર કરાયા અને સરકારે નીતિ વિષયક નિર્ણય લીધા બાદ પણ કોઈ ઠોસ પગલાં નહીં લીધા હોવાનું પણ કોર્ટે નોંધ્યું.