Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

111 કરોડના સાઇબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગ દુબઈમાં બેસી ભારતીયોને ટાર્ગટ કરતી

દુબઈમાં ભારતની ભાષાના જાણકારને નોકરી પર રાખે જેમને એક લાખથી દોઢ લાખ રૂપિયા પગાર આપે છે

dharmendravaghela by dharmendravaghela
2024-11-14 11:36:15
in Uncategorized
Share on FacebookShare on Twitter

સુરતમાં સાયબર ફ્રોડ મામલે ઝડપાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછમાં પોલીસ સમક્ષ ચોંકાવનારી વિગતો સામે આવી છે. દેશમાં થતા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના તાર ચીન સુધી લંબાયા છે. ચાઈનીઝ ગેંગના લોકો દુબઈમાં ભારતીયોને નોકરી પર રાખી ગુજરાત સહિત ભારતના અનેક લોકોને નિશાન બનાવી પૈસા ખંખેરતા હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓ અલગ અલગ લોકોના ખાતા ભાડા પર મેળવી તેના મારફત અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી ક્રિપ્ટ કરન્સીમાં કનવર્ટ કરી ચાઈનીઝ ગેંગને પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે. સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે દેશભરમાં અત્યાર સુધી 111 કરોડના સાઇબર ફ્રોડમાં સામેલ સિન્ડિકેટના ત્રણ લોકોની ધરપકડ કરી છે. દેશભરમાં અલગ અલગ સાયબર ફ્રોડમાં પીડિત દ્વારા જે લાખો કરોડો રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા તેને આ લોકો અલગ અલગ બેંકમાં ટ્રાન્સફર કર્યા બાદ તેને યુએસડીટી કરન્સીમાં કન્વર્ટ કરી ચાઈનીઝ બેંકને આપવાનું કામ કરતા હતા.
સુરત સાયબર સેલની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. આ સિન્ડિકેટ વિરુદ્ધ દેશભરમાં 200થી વધુ એફઆઇઆર નોંધાવવામાં આવી છે. આ લોકો સૌ પ્રથમ જરૂરિયાતમંદ, શ્રમિક કે દારૂડિયા લોકો પાસેથી પુરાવા મેળવી તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા. ચાઈનીઝ ગેંગના ભેજાબાજો દુબઈમાં બેસીને ભારતના જ લોકોને એજન્ટ તરીકે સાઇબર ફ્રોડની ઘટનામાં વાપરતા હતા.
પહેલા દુબઈમાં ભારતની ભાષાના જાણકાર લોકોને નોકરી પર રાખે છે. જેમને એક લાખથી દોઢ લાખ રૂપિયા પગાર આપે છે અને આ લોકોનું કામ માત્ર સાયબર ફ્રોડની ઘટના જે પીડિત સાથે બની છે તેમને વારંવાર કોલ કરી ધમકાવવાનું અને બ્લેકમેલ કરવાનું હોય છે. આ ઉપરાંત પોતાના ભારતના એજન્ટના માધ્યમથી પીડિત જે પણ એમાઉન્ટ બેંકમાં નાંખે તેને તે બેંકથી મલ્ટીપલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવાનું અને ત્યારબાદ તે એમાઉન્ટને યુએસડીટી કરન્સીમાં કન્વર્ટ કરાવવાનું કામ આ ચાઈનીઝ ગેંગ કરે છે.

Tags: 111-crore-cyber-fraud-chinise-gang-surat
Previous Post

પોલીસકર્મીની નંબર પ્લેટ વગરની કાર બની મહત્ત્વની કડી

Next Post

પિતાએ 3 બાળકો સહિત પોતે ઝેરી દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ : એકનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Miért választják egyre többen a robocat casino online játékait?

August 12, 2025
ભાવનગર શહેરના ભીલવાડા વિસ્તારમાં EDની ટીમ તપાસ માટે આવી
Uncategorized

ભાવનગર શહેરના ભીલવાડા વિસ્તારમાં EDની ટીમ તપાસ માટે આવી

August 2, 2025
Uncategorized

Το Playzilla Casino στην Ελλάδα: Μια εμπεριστατωμένη ματιά στους χρήστες

August 1, 2025
Next Post
પિતાએ 3 બાળકો સહિત પોતે ઝેરી દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ : એકનું મોત

પિતાએ 3 બાળકો સહિત પોતે ઝેરી દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ : એકનું મોત

રાહુલે વાયનાડમાં ઝિપલાઈનિંગ કર્યું : 300 મીટરની ઊંચાઈથી વાયનાડની સુંદરતા જોઈ

રાહુલે વાયનાડમાં ઝિપલાઈનિંગ કર્યું : 300 મીટરની ઊંચાઈથી વાયનાડની સુંદરતા જોઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.