Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

બાળકને મોડેલ બનાવવાની લાલચ આપી કરોડો ખંખેર્યા

પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી, 197 લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2024-11-14 12:09:25
in Uncategorized
Share on FacebookShare on Twitter

હાલના સમયમાં સોશિયલ મીડિયામાં બાળકોની મોડેલ તરીકે અથવા આર્ટિસ્ટ તરીકે જરૂર છે એવી અઢળક જાહેરાત જોવા મળે છે. અનેક માતાપિતા આવી જાહેરાતમાં ભરમાઈને પોતાના બાળકને મોડેલ અથવા ચાઇલ્ડ આર્ટિસ્ટ બનાવવા જાહેરાત આપનારનો સંપર્ક પણ કરે છે. આવું જ કઈક દિલ્હીમાં બન્યું છે.
દિલ્હીના દ્વારકામાં 34 વર્ષની એક મહિલા ફુરસદના સમયમાં ફેસબુક પર સ્ક્રોલ કરી રહી હતી. દરમિયાન એક જાહેરાતે તેનું ધ્યાન આકર્ષિત કર્યું. તે જાહેરાતમાં લોટ્સ સ્ટાર કિડ્સ ફર્મે બાળકોને મોડલિંગની તકો આપવાઇ જાહેરાત આપી હતી. આ સાથે ટ્રેનિંગ આપવાની પણ વાત થઈ હતી. મહિલાને લાગ્યું કે તેની પુત્રી માટે આ એક સારી તક છે. તેમની 8 વર્ષની દીકરી ટીવી પર આવશે. મહિલાએ જાહેરાત પર ક્લિક કર્યું. આ ક્લિક તેને ટેલિગ્રામ પર લઈ ગઈ, જ્યાં તેની સાથે અન્ય ઘણા માતા-પિતા જોડાયા. પછી છેતરપિંડીની શરૂઆત થઈ.
અહેવાલ મુજબ, રજીસ્ટ્રેશન ફી સાથે શરૂ થયેલી શરૂઆત પાછળથી બાળકો માટે રોકાણની તકમાં ફેરવાઈ, જેની સાથે તેમને મોડેલિંગ અસાઇનમેન્ટનું વચન પણ આપવામાં આવ્યું. ઘણા માતા- પિતાએ જૂથમાં રોકાણ કર્યું અને પછી શૂટ શેડ્યૂલ મેળવવા માટે રાહ જોઈ અને પછી સમજાયું કે તે માત્ર એક કૌભાંડ હતું. આ પછી તેમણે દ્વારકામાં આ બાબતની જાણ કરી હતી.

પોલીસે દાવો કર્યો છે કે આખરે તેઓએ ગેંગનો પર્દાફાશ કર્યો છે. ઓક્ટોબર મહિનામાં બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આ રીતે ઓછામાં ઓછા 197 લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને તેમના ખાતામાંથી 4.7 કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો કરવામાં આવ્યા હતા.
આ સ્કેમર્સ એવા માતાપિતાને નિશાન બનાવે છે જેઓ તેમના બાળકોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ પછી, તેઓને ટેલિગ્રામ જૂથમાં સામેલ કરવામાં આવે છે, જ્યાં તેમની પાસેથી બ્રાન્ડ જાહેરાતો અને તાલીમ માટે નજીવી નોંધણી ફી લેવામાં આવે છે. આ પછી, તેમને નકલી પ્રીપેડ પોઈન્ટ સિસ્ટમમાં ફસાવીને કેટલાક ઓનલાઈન કામ કરાવવામાં આવે છે. જેના દ્વારા તેઓ લેવલ અનલોક કરે છે જેથી કરીને તેમના બાળકોને જલ્દી એડ શૂટ મળી શકે અથવા મોડલિંગ માટેના ટ્રેનિંગ પ્રોગ્રામમાં સામેલ કરી શકાય.

Tags: dehliFraud
Previous Post

દર્દી બનીને કેન્સર હોસ્પિટલમાં ઘૂસી ડોક્ટરને ચાકુના 7 ઘા ઝીંકી દીધા

Next Post

દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયર પદ કબજે કરવા AAP-BJP વચ્ચે સીધો મુકાબલો

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ
Uncategorized

ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ

June 30, 2025
અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ
Uncategorized

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ

June 19, 2025
ગાઝામાં હમાસના ઠેકાણાઓનો ખાત્મો, 80ના મોત
Uncategorized

ગાઝામાં હમાસના ઠેકાણાઓનો ખાત્મો, 80ના મોત

May 16, 2025
Next Post
દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયર પદ કબજે કરવા AAP-BJP વચ્ચે સીધો મુકાબલો

દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયર પદ કબજે કરવા AAP-BJP વચ્ચે સીધો મુકાબલો

ગુજરાતમાં ઠંડી છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તોડશે

ઠંડીનો અહેસાસ; અનેક શહેરોનું તાપમાન 20 ડિગ્રીથી નીચે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.