રાજસ્થાનની દેવલી-ઉનિયારા (ટોંક) વિધાનસભામાં પેટાચૂંટણીના મતદાન દરમિયાન થયેલો હોબાળો આખી રાત ચાલુ રહ્યો હતો. વિધાનસભાના સમરાવતા ગામમાં અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ એસડીએમને થપ્પડ મારી હતી. પોલીસે નરેશ મીણાને રાત્રે 9 વાગ્યે ધરપકડ કરી હતી. મીણાના સમર્થકોને આ વાતની જાણ થતાં જ તેઓ વધુ રોષે ભરાયા હતા.
પોલીસ અને ગ્રામજનો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. પોલીસે બદમાશોનો સામનો કરવા માટે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ એસપી વિકાસ સાંગવાનની કાર પણ તોડી નાખી હતી. રાજસ્થાનના ટોંક જિલ્લાના સમરાવતા ગામમાં પ્રદર્શનકારીઓએ દોઢ કલાક સુધી તાંડવ મચાવ્યો હતો. ઘરોમાં ઘુસીને તોડફોડ કરી હતી અને કેટલાક વાહનમાં આગ લગાવી હતી.હિંસાની આ ઘટનામાં પોલીસે અત્યાર સુધી 60 લોકોની અટકાયત કરી છે.પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા
રાજસ્થાનના ટોંક જિલ્લાના દેવલી ઉનિયારા વિધાનસભા વિસ્તારમાં પેટા ચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ ચૂંટણી ફરજ પર તૈનાત SDM અમિત ચૌધરીને થપ્પડ મારી હતી. તે બાદ જ્યારે પોલીસ નરેશ મીણાને પકડવા માટે સમરાવતા ગામમાં પહોંચી તો લોકોએ પોલીસ પર જ હુમલો કર્યો હતો. નરેશ મીણાના સમર્થકોએ કેટલાક વાહનોને આગ પણ લગાવી હતી.