Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

આયુષ્માનમાં સારવાર માટે સરકાર ટૂંક સમયમાં નિયમ બદલશે

માત્ર રીપોર્ટનો આધાર નહીં ચાલે : એન્જિયોગ્રાફીની CD પણ જોડવી પડશે

dharmendravaghela by dharmendravaghela
2024-11-18 11:54:33
in Uncategorized
Share on FacebookShare on Twitter

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજય) કાર્ડ ધરાવતા દર્દીઓની ખોટી સારવાર માટે હૉસ્પિટલોએ ઓનલાઇન માત્ર રિપોર્ટ જ સબમિટ કરવાના હોય છે. સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની સ્થળ ચકાસણી ન થતી હોવાથી લોકોને ભરમાવીને ખોટાં ઓપરેશન કરી સરકારની રકમ લૂંટવામાં આવે છે. મોટી હૉસ્પિટલોમાં પોતાની જ લેબોરેટરી હોવાથી ત્યાંથી જ ખોટા રિપોર્ટ તૈયાર કરાય છે. જેના આધારે સરકારી યોજનામાં દર્દીની નોંધણી કરાવાય છે. ત્યાર બાદ સરકારના પૈસાની લૂંટ ચલાવાય છે.
આ મુદ્દે હેલ્થ કમિશનરે જણાવ્યું કે, અમે ટૂંક સમયમાં જ સોફ્ટવેર અપડેટ કરીશું, ગાઇડલાઇન પણ રિવાઇઝ કરીશું. હૉસ્પિટલોએ હવે રિપોર્ટની સાથે એન્જિયોગ્રાફીની સીડી પણ સરકારમાં આપવી પડશે. તેમણે કહ્યું કે જૂના ડોક્ટરો જે અમારા ક્લેમ પાસ કરવાની સ્થળે કામ કરે છે તેમને પણ બદલવા સરકારને જણાવ્યું છે. ઉપરાંત કોઇપણ હૉસ્પિટલ મંજૂરી વગર કેમ્પ કરે છે તો તેને પણ કોઇ હિસાબે નહીં ચલાવી લેવાય.મળતી માહિતી પ્રમાણે, હૉસ્પિટલે દર્દીની ટ્રીટમેન્ટ પહેલાના અને પોસ્ટ ટ્રીટેમેન્ટના રિપોર્ટ ઓનલાઇન સબમિટ કરવાના હોય છે. જેના આધારે હૉસ્પિટલને રકમની ફાળવાય છે.
માત્ર રિપોર્ટના આધારે જ ટ્રીટમેન્ટની મંજૂરી આપી દેવામાં આવતી હોવાથી મોનિટરિંગ સિસ્ટમ પર પણ પ્રશ્ન ઉભો થાય છે. મેડિકલ ફિલ્ડમાં ગેરરિતી કરનારા સરકારીની આવી યોજનાઓમાં છીંડા શોધીને પોતાના ફાયદા માટે તેનો ઉપયોગ કરે છે. દર્દીને મેસેજ આવે છે કે કોઇ રકમ હૉસ્પિટલમાં ચૂકવવાની નથી, તેથી દર્દી કોઇ પુછપરછ કરતા નથી.
ખાનગી હૉસ્પિટલો પોતાના પ્રમાણે ટ્રીટમેન્ટ કરી શકે તે માટે સ્વાયત્ત આપેલી છે. પરંતુ પીએમજય કાર્ડમાં માત્ર કૅન્સર, કિડની, ગોઠણ અથવા સાંધાના રિપ્લેસમેન્ટ કે સર્જરી કરતાં પહેલાં દરેક દર્દી માટે સરકારી હૉસ્પિટલના ડૉક્ટરનો અભિપ્રાય લેવો ફરજિયાત છે. એટલે કે આ ત્રણ ટ્રીટમેન્ટ સિવાય અન્ય કોઈ પણ ટ્રીટમેન્ટ માટે ખાનગી હૉસ્પિટલમાં દાખલ દર્દીએ કોઈ સરાકારી અધિકારી કે ડોક્ટરનો અભિપ્રાય લેવાની જરૂર નથી.

Tags: indiapmjay
Previous Post

પાટણમાં મેડિકલ સ્ટુડન્ટના મોત મામલે 15 સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

Next Post

મહારાષ્ટ્ર ચૂંટણી : આજે સાંજે 6 વાગ્યાથી ચૂંટણીપ્રચાર શમી જશે

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Instruções passo a passo para fazer o lex casino login facilmente

August 15, 2025
Uncategorized

Miért választják egyre többen a robocat casino online játékait?

August 12, 2025
ભાવનગર શહેરના ભીલવાડા વિસ્તારમાં EDની ટીમ તપાસ માટે આવી
Uncategorized

ભાવનગર શહેરના ભીલવાડા વિસ્તારમાં EDની ટીમ તપાસ માટે આવી

August 2, 2025
Next Post
મહારાષ્ટ્ર ચૂંટણી : આજે સાંજે 6 વાગ્યાથી ચૂંટણીપ્રચાર શમી જશે

મહારાષ્ટ્ર ચૂંટણી : આજે સાંજે 6 વાગ્યાથી ચૂંટણીપ્રચાર શમી જશે

એક જ દિવસમાં આઠ અકસ્માતમાં 9ના મોત

એક જ દિવસમાં આઠ અકસ્માતમાં 9ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.