કેનેડા પોલીસે બ્રેમ્પ્ટન સ્થિત મંદિર પર થયેલા હુમલાના મામલામાં આરોપી પોલીસ અધિકારીને દોષમુકત જાહેર કરાયો છે. હુમલા બાદ પોલીસ ઓફિસર હરિન્દરસિંહ સોહીને ખાલિસ્થાનીઓ સાથે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
સોહી પર સીધી રીતે ભીડમાં સામેલ થઈ બ્રેમ્પ્ટનમાં હિન્દુ સભા પરિસરમાં હિંસાનો આરોપ હતો. કેનેડાની પીલ ક્ષેત્રીય પોલીસે હરિન્દર સોહીને કલીનચીટ આપતા કહ્યું હતું કે વાયરલ વીડિયોમાં સોહી ઉપદ્રવ નહીં લોકોને શાંત કરવાની કોશિષ કરી રહ્યો હતો.