ધો.12 વિજ્ઞાન પછી મેડીકલમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી NEET ની પરીક્ષામાં જ્ઞાનમંજરી એકેડેમીના વિધાર્થીઓએ આજે ફરી ડંકો વગાડ્યો હતો.
આજે NEET 2022ના જાહેર થયેલા પરિણામમાં ભાવનગરની જ્ઞાનમંજરી કેરિયર એકેડેમીની વિદ્યાર્થીની હેલી મેહુલભાઈ પટેલ એ 705 માર્ક મેળવી સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું તો ગુજરાતમાં ત્રીજું અને ઓલ ઇન્ડિયા ફિમેલ ગ્રુપમાં 13મી રેન્ક સાથે ઓલ ઇન્ડિયા મેરીટ રેન્કમાં 31મી રેન્ક પ્રાપ્ત કરી છે. આમ, જ્ઞાનમંજરી એકેડેમીની વિદ્યાર્થીનીએ NEET ના પરિણામમાં ભાવનગરનો ડંકો વગાડી દીધો હતો.

આ ઉપરાંત જ્ઞાનમંજરી એકેડેમીના અન્ય વિદ્યાર્થીઓ પણ NEET ની પરીક્ષામાં સારો દેખાવ કરી ઉચ્ચ ગુણાંક સાથે સફળતા મેળવી છે. જ્ઞાનમંજરી એકેડેમીના અવિનાશભાઈ પટેલએ પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે 550થી વધુ છાત્રો મેડીકલમાં પ્રવેશ મેળવે તેવો આશાવાદ છે.