દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં આરોગ્ય તપાસણી અને સાર્વત્રિક સઘન રસીકરણનો દ્વિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો.
ભાવનગરના દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની સાથે-સાથે તેમના આરોગ્યનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તે અંતર્ગત આરોગ્ય તપાસણી અને ટીટેનસ અને ડીપ્થેરિયાના રોગોને નિયંત્રિત કરવા ડીપીટી રસીકરણનો દ્વિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં આરોગ્ય કેન્દ્રના RBSK ના તબીબ ડૉ. હર્ષિદાબેન રાઠોડ અને સમગ્ર ટીમે વિદ્યાર્થીઓની આરોગ્યલક્ષી તપાસમાં વજન, ઊંચાઈ, દાંત-આંખોની તપાસ, બ્લડ પ્રેશર, હિમોગ્લોબિન ચકાસણી વગેરે કરવામાં આવેલ અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. વાલીઓને પણ બાળકોના આરોગ્ય માટે સાવચેતી રાખવા અંગે સૂચનો આપવામાં આવ્યા.
આ કાર્યક્રમ સફળતાપૂર્વકપૂર્ણ કરવામાં શાળાના શિક્ષકો, આરોગ્ય વિભાગ તથા વાલીઓનો સહકાર મળી રહેલ. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના આરોગ્ય જાળવવા માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે તેમ જણાવી દરેકને નીરોગી અને સ્વસ્થ રહેવાની શુભેચ્છા દક્ષિણામૂર્તિ વિધાર્થી ભવનના મેનેજિંગ ટ્રસ્ટી પ્રશાંતભાઈ ભટ્ટ અને આચાર્ય પીઠાભાઈ કોડિયાતરે આપેલ.




