કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે નિર્માણ પામી રહેલ વિશાળ મૂર્તિ ‘કિંગ ઓફ સાળંગપુર’ નું મુખારવિંદ આવી પહોંચતા દર્શન કરી ભાવિકો ભાવવિભોર થઈ રહ્યા છે,
મહાકાય વાહનમાં મુખારવિંદ સાળંગપુર પહોચ્યું છે અને મૂર્તિને ઉભી કરવા તબક્કાવાર કામ આગળ ધપી રહ્યું છે, સંભવત: વડાપ્રધાન મોદીના હસ્તે આ વિશાળ મૂર્તિ લોકોને દર્શન માટે ખુલ્લી મુકાનાર છે. મૂર્તિનું મુખારવિંદ સાળંગપુર પહોંચતા સુધીમાં રસ્તામાં ઠેર ઠેર સ્વાગત થયું હતું.
સ્વામિનારાયણ મંદિર કુંડળધામ ખાતે પૂ જ્ઞાનજીવનદાસજી સ્વામી – કુંડળ ધામ અને પૂ. બાપુસ્વામી ધંધુકા એવમ સમસ્ત વડતાલ ટેમ્પલ બોર્ડ અને ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂ. દેવપ્રકાશદાસજી સ્વામી એવમ વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સંતવલ્લભદાસજી સ્વામી અને પૂ. શુકદેવપ્રસાદદાસજી સ્વામી દ્વારા દાદાના મુખારવિંદનું દિવ્યતા પૂર્વક સ્વાગત – આરતી – પૂજન કરવામાં આવ્યું હતું.
(તસવીર સૌજન્ય:પ્રકાશ સોલંકી,બોટાદ)