ભાવનગર,તા.19
ભાવનગરમાં શહેર મધ્યે ઐતિહાસિક ગેલેક્સી સિનેમાના સ્થાને બનેલા એન્ટરટેઇન્મેન્ટ પાર્ક – ઈપી સિનેમાએ પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે, શહેરીજનોના મનોરંજન સાથે શ્રેષ્ઠ પ્રકારની સુવિધા અને ‘સ્વચ્છતા અમારી અગ્રતા’ સૂત્રને લઈ આગળ ચાલતા ઈપી સિનેમાંએ ભાવનગરમાં દર્શકોના દિલ જીત્યા છે. ખાસ કરીને પરિવાર સાથે મનોરંજન માણવા લોકોમાં ઈપી સિનેમા પ્રથમ પસંદગી બની છે.
પાંચ વર્ષ પૂર્ણ થતાં કેક સેરેમની સાથે ઉજવણી કરવામાં આવી હતી. સિનેમા કોરોના કાળમાં બંધ રહેલ. તેને બાદ કરતા 3 વર્ષ દરમિયાન 12.50 લાખ દર્શકોએ મનોરંજન માણ્યું હતું
સ્ક્રીન નંબર 1માં વિશિષ્ઠ પ્રકારના એટમોસ સાઉન્ડ તથા અન્ય સ્ક્રીન ડોલ્બી સાઉન્ડ, ઘર જેવા માહોલમાં ફેમિલી શો, વિનયી અને વિવેકી સ્ટાફ, ચુસ્ત સિક્યોરિટી, બાળકો માટે ગેમજોન, સિનિયર સિટીઝનનો વિશેષ ખ્યાલ રાખવા સાથે દિવ્યંગો માટે વ્હીલચેરની સગવડ તેમજ સ્વચ્છતામાં શિરમોર વિગેરે બાબત ઈપી સિનેમાની ઉપલબ્ધિઓ છે.
જ્યારે ડબલ બેઝમેન્ટનું વિશાળ અને મફત પાર્કિંગ સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર ઇપી સિનેમા ધરાવે છે. ઓનર વિજયભાઈ બંસલ અને શિવભાઈ બંસલના નેતૃત્વ તળે સીઈઓ મેહુલભાઈ વડોદરીયા (પૂર્વ મેયર) અને મેનેજર પંકજ રાઠોડ શહેરીજનોને ઉતમ સુવિધા, ચુસ્ત સિક્યોરિટી સાથે શ્રેષ્ઠ મનોરંજન પૂરું પાડવા કટિબદ્ધ છે.