ભારતની ચાર પીઠ પૈકીની એક દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્ય તરીકે પદભાર ગ્રહણ કર્યાં બાદ પ્રથમવાર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી ભાવનગર પધાર્યાં હતાં. શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે પધારેલા પૂજ્ય શંકરાચાર્યજીના લીલા ગૃપના કોમલકાંત શર્માએ આશિર્વાદ લીધા હતાં.
શંકરાચાર્યજીએ પુરા ભાવથી આશિર્વાદ આપતા વર્ષો પહેલાના સંસ્મરણો યાદ કરતા જણાવ્યું હતું કે, મે કઇ સાલ પહેલે ભાવનગર આયા થા. ઇસ વક્ત શર્માજીને અપને નિવાસ નહીં પરંતુ મહેલ મે મેરી આવાસ વ્યવસ્થા કી થી. શર્માજીને પુરે ભાવ સે મેરા આતિથ્ય કીયા થા વો મે અભી તક નહીં ભુલા, યે સચ્ચા શિવભક્ત હૈ. શંકરાચાર્યજીએ કોમલકાંત શર્માને આશિર્વાદ આપતા જણાવ્યું હતું કે, આપ પર ઇશ્વર કી કૃપા સદા બની રહે.