રાજ્યભરના તમામ વકીલ મંડળોની સાથે ભાવનગર વકીલ મંડળોની પણ આગામી તારીખ ૨૨ ડિસેમ્બરના રોજ પ્રમુખ સહિત હોદ્દેદારોની ચૂંટણી યોજાશે જેના ઉમેદવારી ફોર્મ ભરવાનો તારીખ ૪ ડિસેમ્બરને સોમવારથી પ્રારંભ થશે.
સમગ્ર રાજ્યભરમાં આગામી તારીખ ૨૨ ડિસેમ્બરના રોજ વકીલ મંડળોને પ્રમુખ સહિત હોદ્દેદારોની ચૂંટણી નો કાર્યક્રમ જાહેર થયો છે જેમાં ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન અને ભાવનગર ૧૨ એસોસિએશન ના પ્રમુખ સહિત હોદ્દેદારોની આગામી ૨૦૨૪ ની ચૂંટણી યોજવામાં આવશે જેમાં તારીખ ૪ ડિસેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ આપવાનો તથા ભરવાનો પ્રારંભ થશે જે આઠ તારીખ સુધી ભરી શકાશે અને ફોર્મ પાછા ખેંચવાનો તારીખ ૯ ડિસેમ્બર રાખવામાં આવી છે જ્યારે ૧૧ ડિસેમ્બરે ફોર્મ ચકાસણી કરાશે અને ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની ૧૨મી ડિસેમ્બરે તારીખ રહેશે જ્યારે તારીખ ૧૩ ને બુધવારે ફાઇનલ ઉમેદવારોની ના નામની જાહેરાત કરાશે ત્યારબાદ દસ દિવસ સુધી ઉમેદવારોને પ્રચાર કરવાનો સમય મળશે અને ૨૨ ડિસેમ્બરે ભાવનગર ૧૨ એસોસિએશનના હોલમાં ચૂંટણી યોજાશે સવારે ૧૦ થી ૩ વાગ્યા સુધી મતદાનની કાર્યવાહી થશે ત્યારબાદ સાંજે ચાર વાગ્યાથી મત ગણતરી શરૂ થશે અને સાંજે પરિણામ જાહેર કરાશે. ભાવનગર બાર એસોસિએશનમાં કુલ ૫૨૭ અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનમાં કુલ ૪૭૭ વકીલ ઉમેદવારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
વકીલ મંડળમાં ચૂંટણી લડવા માટે ઉમેદવારોએ પ્રમુખ માટે રૂપિયા ૧૦૦૦, ઉપપ્રમુખ માટે રૂપિયા ૭૦૦, મંત્રી પદ માટે રૂપિયા ૫૦૦, ખજાનચી પદ માટે રૂપિયા ૪૦૦ તથા કારોબારી સભ્ય પદ માટે રૂપિયા ૩૦૦ ફોર્મ ફી નક્કી કરવામાં આવી હોવાનુ જણાવ્યું છે. ચૂંટણી અધિકારી તરીકે જે.ડી. સરવૈયા સેવા આપી રહ્યા છે.