ભાવનગરના ભાલ પંથકમાં આવેલા દેવળીયા પાસે રોડ પર નીલગાય આડી ઉતરતા બાઈક અકસ્માતની ઘટના બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર સચિનભાઈ ઘનશ્યામભાઈ ખોખાણી નામના ૧૯ વર્ષીય યુવક તેમનું બાઈક લઈને દેવળીયા થી પાળીયાદ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન દેવળીયા નજીક અચાનક જ રોડ વચ્ચે નીલગાય આડી ઉતરતા તેમની બાઈકનો અકસ્માત થયો હતો. અકસ્માતની આ ઘટનામાં સચીનભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.