દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ગુજરાતમાં લોકસભા ચૂંટણીજંગનું રણશિંગું ફૂંક્યું છે. વડોદરામાં અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
બાદમાં કેજરીવાલે સી.આર. પાટીલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરવા ગયા, ત્યાં ખટંબા ગામના સરપંચે ઊભા થઈને કહ્યું, સ્કૂલ બનાવો. આમનું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. તેમની કામ કરવાની નિયત નથી. ચૈતર વસાવા મારો હીરો છે, જેઓ બીજા માટે જેલમાં જાય છે. વન વિભાગ લોકોની જમીન છીનવી રહ્યું હતું, જે મામલે ચૈતરે અવાજ ઉઠાવ્યો અને જેલમાં નાખી દીધો. ભાજપે તો ચૈતરનાં પત્નીને પણ જેલમાં નાખીને ગંદું રાજકારણ રમ્યું છે.