અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતાં MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીનો હત્યારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો છે. હાલ સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કામ કરતા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબના સંગરૂરથી ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરેન્દ્રસિંહનો ભાઈ થોડા સમય સુધી બોપલ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતો હતો.
અન્ય રાજ્યના યુવકની હત્યા થતાં ખૂબ જ ગંભીર બનાવ ગણીને અલગ અલગ એજન્સીઓ દ્વારા આરોપી કોણ છે? અને તેને શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા, આ દરમિયાન જે વાત સામે આવી છે તે ચોંકાવનારી છે. કારણ કે, આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ એક પોલીસ કર્મચારીએ કરી હતી. જોકે, ગુનેગાર ગમે તેટલો શાતીર હોય પરંતુ તે કોઇને કોઈ ચૂક કરી જાય છે.
આ પોલીસ કર્મચારી જેણે હત્યા કરી તે પોતાની કાર પર નંબર પ્લેટ નથી જેના કારણે તે બચી જશે તેવું માનતો હતો. પરંતુ હત્યા કર્યા બાદ તેણે કારની કોઈ મિત્ર સાથે બદલી કરી હતી. જોકે, પહેલાં નંબર પ્લેટ વગરની કાર હોવાથી એજન્સીને શંકા ગઈ હતી કે, આ કાર કદાચ પોલીસની જ હશે. એટલે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ કર્યું અને કેટલાક શંકાસ્પદ મોબાઈલ નંબર આ ટાવર લોકેશનમાં એક્ટિવ હતા. જોકે, હત્યા સમયે આ પોલીસ કર્મચારીનો મોબાઇલ ચાલુ હતો અને તે થોડા બાદ નંબર બંધ થઈ ગયા છે. ત્યાર બાદ સીસીટીવી મળ્યા અને તે નંબર પ્લેટ વગરની કાર દેખાઈ હતી. જોકે, પોલીસકર્મીએ નંબર એટલે પોલીસે જે નંબરો બંધ હતા તેમાં પોલીસ કર્મચારી કોણ છે તે શોધવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં હત્યારા પોલીસ કર્મચારીની વિગત મળી હતી.
બીજી તરફ પોલીસને કેટલાક બાતમીદારો તરફથી વિગત પણ મળી હતી અને તે દિશામાં તપાસ કરતા પોલીસ અલગ અલગ રાજ્યના ટોલટેક્સ અને અલગ અલગ જગ્યાએ શંકાસ્પદ કારની તપાસ કરી હતી. આ દરમિયાન પંજાબ નજીક હત્યારો પોલીસ કર્મચારી મળી આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે આ પોલીસ કર્મચારી પાસે પહોંચી ત્યારે પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરિયા ત્યાં મળી આવ્યો હતો. અને તેણે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.