દહેરાદૂનમાં એક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળની હાલત જોઈને દરેકના હૃદય કંપી ઊઠ્યા. મૃત્યુ પામેલાઓમાં ત્રણ છોકરીઓનો પણ સમાવેશ થાય છે.
આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવક-યુવતીઓની ઉંમર 18 થી 24 વર્ષની હતી. જેઓ દિલ્હી, દૂન અને હિમાચલના રહેવાસી હતા. બધા દેહરાદૂનની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અભ્યાસ કરતા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ અધિકારીઓ રાત્રે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કન્ટેનર અને ઈનોવા વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. કન્ટેનર સ્થળ પર ડ્રાઈવર વગર અને નંબર પ્લેટ વગર ઉભું જોવા મળ્યું હતું. કાર કન્ટેનરના પાછળના ભાગે અથડાઈ હોવાનું જણાયું હતું. નંબર પ્લેટ વગરની એક ઈનોવા કાર ઘટનાસ્થળે જ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત મળી આવી હતી. જેમાં કુલ સાત લોકો સવાર હતા. જેમાંથી છના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક ઇજાગ્રસ્ત સ્થળ પર મળી આવ્યો હતો.