Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રશિયન પ્રમુખે યુક્રેન સામેના યુદ્ધમાં બે દિવસ માટે શસ્ત્રવિરામની કરી જાહેરાત

તહેવારોને અનુલક્ષીને લેવાયેલ નિર્ણય,જોકે હુમલો થાય તો વળતો જવાબ આપવા તૈયારી દર્શાવી

dharmendravaghela by dharmendravaghela
2026-04-10 12:15:10
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે હવે રશિયા અને યુક્રેન સરહદેથી શાંતિના સમાચાર આવ્યા છે.

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને આગામી ઓર્થોડોક્સ ઈસ્ટરના તહેવારને ધ્યાનમાં રાખીને બે દિવસના

યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ક્રેમલિન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી યુદ્ધના મેદાનમાં થોડા સમય

માટે તોપો શાંત રહેશે તેવી આશા જાગી છે.

ક્રેમલિનના નિવેદન અનુસાર, આ વર્ષે ૧૨મી એપ્રિલે ઓર્થોડોક્સ ઈસ્ટર ઉજવવામાં આવશે. જેને લઈને

11મી એપ્રિલ સવારથી 12મી એપ્રિલની સાંજ સુધી યુદ્ધવિરામ લાગુ રહેશે. રશિયાના સંરક્ષણ મંત્રી આન્દ્રે

બેલોસોવે ચીફ ઓફ જનરલ સ્ટાફ વેલેરી ગેરાસિમોવને તમામ મોરચે લશ્કરી કાર્યવાહી તાત્કાલિક

અસરથી રોકવા નિર્દેશ આપ્યા છે. જોકે, રશિયન સૈન્યને સૂચના આપવામાં આવી છે કે દુશ્મન પક્ષ

તરફથી થનારી કોઈપણ ઉશ્કેરણી કે આક્રમક કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર રહેવું.

યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકી છેલ્લા એક અઠવાડિયાથી ઈસ્ટર પર યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂકી

રહ્યા હતા. ઝેલેન્સકીએ રશિયા દ્વારા સતત થતા હવાઈ અને ડ્રોન હુમલાઓનો ઉલ્લેખ કરીને આ પ્રસ્તાવ

રજૂ કર્યો હતો. હવે જ્યારે રશિયાએ પહેલ કરી છે, ત્યારે ક્રેમલિને આશા વ્યક્ત કરી છે કે યુક્રેન પણ આ

યુદ્ધવિરામનું સન્માન કરશે અને તેનું પાલન કરશે.

જોકે, આ જાહેરાત બાદ હજુ સુધી યુક્રેન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. અગાઉ

પણ આવા પ્રસંગોએ યુદ્ધવિરામની જાહેરાતો થઈ છે, પરંતુ બંને પક્ષો એકબીજા પર કરાર ભંગના

આક્ષેપો કરતા રહ્યા છે. મિડલ ઈસ્ટમાં 14 દિવસના યુદ્ધવિરામ બાદ હવે રશિયા-યુક્રેન વચ્ચેના આ બે

દિવસીય વિરામથી શું કાયમી શાંતિની દિશામાં કોઈ રસ્તો નીકળશે કે કેમ, તેના પર સમગ્ર વિશ્વની

નજર છે.

Tags: russia ukrain war
Previous Post

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

Next Post

ભાવનગરના કાળુભા રોડ પર આવેલ મકાનમાંથી દારૂ – બિયરના જથ્થા સાથે બેની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

April 10, 2026
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

નૅશનલ હાઇવે પર આજથી કેશલેસ ટોલ સિસ્ટમ અમલી

April 10, 2026
આંતરરાષ્ટ્રીય

રશિયાએ એશિયાઈ દેશોને ૪૦ ટકા ડિસ્કાઉન્ટે એલએનજી પૂરુ પાડવાની ઓફર કરી

April 10, 2026
Next Post

ભાવનગરના કાળુભા રોડ પર આવેલ મકાનમાંથી દારૂ - બિયરના જથ્થા સાથે બેની ધરપકડ

Πώς να επιλέξετε το σωστό myempire casino για το στυλ σας και τις απαιτήσεις σας

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.