અમદાવાદ સામુહિક આપઘાત કરનાર કુલદીપસિંહ તથા તેમના પત્નિ તથા બાળકીના મૃતદેહ સિહોર ખાતે લવાયા હતા બાદ તેઓના મૃતદેહને પોલિસ વિભાગ દ્વારા ગાર્ડઓફ ઓનર અપાયું હતુ.
ઉલ્લેખનીય છે કે કુલદીપસિંહ શાંત સ્વભાવના હતા તેમનો હરહંમેશ હસમુખો ચહેરો રહેતો પરંતુ આ હસમુખા ચહેરાને કોઈની નજર લાગી ગઈ હોય તેમ આ આપઘાતનું પગલું ભર્યું અને કુલદીપસિંહ ,તેમની પત્ની તથા પુત્રી આકાંશા એમ ત્રણેયના મૃતદેહ માદરે વતન સિહોર ખાતે લાવવામાં આવ્યા હતા બાદ પોલીસના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપી હતી આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા રાજપૂત સમાજ,મિત્રો તથા સગાસંબંધીઓ ભરતભાઇ યાદવના ઘેર પહોંચી ગયા હતા અને ત્રણ ત્રણ અર્થીઓ જ્યારે પ્રગતનાથના ઢાળ માંથી નીકળી ત્યારે શેરી,સગાવહાલાઓ,મિત્રો ચોધાર આંસુએ રડી પડ્યા હતા.અને હ્દયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.