- ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતમાં આવન જાવન વધી છે. ભાવનગરમાં પણ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ આવવા લાગ્યા છે ત્યારે આગામી 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ભાવનગર આવી રહ્યા છે
- વડાપ્રધાનનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે તે મુજબ, ભાવનગરમાં નિર્માણ પામેલ સાયન્સ સેન્ટરનું ઉદઘાટન, નવા બનેલા એસટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ, સીએનજી પોર્ટનું ખાતમુહૂર્ત સહિતના પ્રકલ્પો વડાપ્રધાનના હસ્તે ખુલ્લા મુકવામાં આવે તેવું નક્કી થઈ રહ્યું છે.
- વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ તેમજ રાજ્યના અન્ય મંત્રીઓ તથા કેન્દ્રના પ્રધાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે. આ કાર્યક્રમ જવાહર મેદાનમાં ગોઠવવામાં આવે તે માટે તંત્ર અને સંગઠનને તૈયારીઓ પણ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે