ભાવનગર શહેરના બોર તળાવ કુમુદવાડી વિસ્તારમાં રત્ન કલાકાર યુવાનની ચાર શખ્સોએ હત્યા કરવાનો બનાવ બનતા ચકચાર જવા પામી છે.
બનાવ અંગે મળતા પ્રાથમિક અહેવાલો મુજબ શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને કુમુદવાડીમાં નીરુ ડાયમંડમાં નોકરી કરતા મૂળ ધોલેરા પંથકના યુવાન હર્ષદ ઠાકરશીભાઈ જાંબુચા નામના યુવાનની ગાડી લઈને આવેલા શખ્સોએ હત્યા કરી નાસી છુટ્યા હતા આ બનાવ બનતા તુરંત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો વધુ વિગતની રાહ જોવાય છે.