Saturday, August 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

હવે જૂના ચેક નહીં કરે કામ, મંગાવી લેજો નવી ચેકબુક

છેતરપિંડી રોકવા અને ચેક ક્લિયરિંગ ઝડપી બનાવવા RBI દ્વારા નિર્ણય

dharmendravaghela by dharmendravaghela
2026-08-22 13:26:55
in Uncategorized
Share on FacebookShare on Twitter

બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની બેન્કોએ ગ્રાહકોને ‘આલ્ફા-ન્યૂમેરિક કોડ’ વાળી નવી ચેકબુક આપવાનું શરૂ કર્યું છે. 31 ડિસેમ્બર, 2026 પછી રૂ.50,000 કે તેથી વધુ રકમના જૂના ચેક સ્વીકારાશે નહીં. RBI દ્વારા ચેક ક્લિયરિંગ ઝડપી બનાવવા અને છેતરપિંડી રોકવા આ નિર્ણય લેવાયો છે. ગ્રાહકોને SMS/ઇમેઇલ દ્વારા નવી ચેકબુક માટે અરજી કરવા જણાવાયું છે.
બેન્ક ઓફ ઈન્ડિયા (BOI) સહિત દેશની ઘણી જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કએ પોતાના ગ્રાહકો માટે ‘આલ્ફા-ન્યૂમેરિક કોડ’ ધરાવતી નવી ચેક બુક આપવાની શરૂઆત કરી દીધી છે. બેન્કો દ્વારા ગ્રાહકોને ઇમેઇલ અને એસએમએસ મોકલીને નવી ચેક બુક માટે અરજી કરવાની સલાહ આપવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈપણ મોટું પેમેન્ટ અટકે નહીં.
નવી માર્ગદર્શિકા અનુસાર, 31 ડિસેમ્બર, 2026 પછી રૂ.50,000 કે તેથી વધુ રકમના એવા ચેક સ્વીકારવામાં આવશે નહીં, જેના પર આલ્ફા-ન્યૂમેરિક કોડ અંકિત ન હોય. આ કોડમાં અક્ષરો અને અંકોનું ખાસ મિશ્રણ હોય છે, જેનાથી ચેકની ચકાસણી અને વેરીફિકેશન પહેલા કરતાં વધુ સુરક્ષિત બનશે. ચેકમાં થતી ગેરરીતિઓ કે બનાવટી ચેક દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ચેક ટ્રાન્ઝેકશન સિસ્ટમ (CTS) મારફતે ચેક ક્લિયરિંગની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
જુદી જુદી બેન્કોમાં ખાતાના પ્રકાર અનુસાર નવી ચેક બુકનો ચાર્જ અલગ-અલગ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, બેન્ક ઓફ ઈન્ડિયા (BOI) પોતાના બચત ખાતાધારકોને એક વર્ષમાં 25 પેજની એક ચેક બુક મફત આપે છે, ત્યારબાદ વધારાના દરેક પેજ માટે રૂ. 5નો ચાર્જ લેવામાં આવે છે. અન્ય સરકારી અને પ્રાઇવેટ બેન્કોમાં પણ તેમના નિયમો અનુસાર ચોક્કસ ચાર્જ લાગુ થઈ શકે છે.

Tags: new chequebookRbi
Previous Post

ગુજરાતમાં બનશે દેશનું નવું સ્પેસપોર્ટ, કોડીનાર બનશે ભારતનું બીજું ‘શ્રીહરિકોટા’

dharmendravaghela

dharmendravaghela

Related News

સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો
Uncategorized

સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો

July 13, 2026
ગઢડા પોલીસની મોટી કાર્યવાહી
Uncategorized

ગઢડા પોલીસની મોટી કાર્યવાહી

July 13, 2026
ભાવનગર જિલ્લામાં મેઘમહેર:ધરતીપુત્રોમાં ખુશીની લહેર
Uncategorized

ભાવનગર જિલ્લામાં મેઘમહેર:ધરતીપુત્રોમાં ખુશીની લહેર

July 4, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.