ચૂંટણી પંચના નિયમોનું પાલન નહીં કરનારી દેશની લગભગ 253 જેટલી નાની નાની પાર્ટીને નિષ્ક્રિય કરી દીધી છે. જે નાના દળને નિષ્ક્રિય કર્યા છે, તેમાંથી કેટલાય રાજ્યોમાં ચૂંટણી લડતી પાર્ટીઓનો પણ સમાવેશ થાય છે. તેને લઈને બિહાર, યુપી, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડૂ, તેલંગણા અને દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીઓના રિપોર્ટના આધાર પર આ પાર્ટીને નિષ્ક્રિય કરવામાં આવી છે. તેની સાથે જ 86 નાની પાર્ટીઓને ચૂંટણી પંચે રાજકીય પાર્ટીઓની યાદીમાંથી હટાવી દીધી છે.
ભારતીય ચૂંટણી પંચે લાંબા સમયથી આ રાજકીય પાર્ટીઓની જાણકારી એકઠી કરી રહ્યું હતું, જે ચૂંટણી ચિન્હ મળ્યા બાદ સક્રિય દેખાતી નહોતી. તેની સાથે ચૂંટણી પંચે બિહાર, યુપી, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડૂ, તેલંગણા અને દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીઓ પાસેથી ડિટેલ રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો. આ રિપોર્ટના આધાર પર આ પાર્ટીઓને નિષ્ક્રિય કરવામા આવી છે. કહેવાય છે કે, 253 દળને ચૂંટણી પંચે નોટિસ મોકલી હતી. નાના દળોએ ચૂંટણી પંચની નોટિસનો જવાબ આપ્યો નહોતો.
ચૂંટણી પંચના નિયમોનું પાલન નહીં કરવા અને નોટિસનો જવાબ નહીં આપવા પર કાર્યવાહી થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ચૂંટણી પંચમાંથી મંજૂરી મળ્યા બાદ ચૂંટણી ચિન્હ સાથે જોડાયેલી શરતોનું પાલન કરવું ફરજિયાત છે. દેશના કેટલાય રાજ્યોમાં નાના નાના દળ તેનું પાલન કરતા નથી. નિયમોનું પાલન નહીં કરવા પર 253 પાર્ટીઓને નિષ્ક્રિય કરી દીધી છે.
આ એ જ પાર્ટીઓ છે, જે છેલ્લી કેટલીય ચૂંટણીઓ લડી નથી. તેમના દ્વારા કોઈ ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવતો નહોતો. તેને લઈને ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. તેની સાથે જ 86 નાના નાના દળના નામ પણ હટાવી દીધા છે.