મહુવા નગરપાલિકાનું બિલ્ડીંગ જુગારીઓ માટે જાણે કે અખાડો બન્યો હોય તેમ મહુવા પોલીસે બિલ્ડીંગના પાર્કિંગમાં જુગાર રમતા આઠ શખ્સને ઝડપી રોકડ રકમ કબજે કરી હતી.
મહુવા પોલીસ સ્ટાફ મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરતો હતો તે દરમિયાન મેઘદૂત સિનેમા નજીક પહોંચતા બાતમી મળી હતી કે, બાપાસીતારામ લોજની સામેની બાજુના નગરપાલિકા બિલ્ડીંગના પાર્કિંગમાં અમુક ઇસમો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે મહુવા પોલીસે નગરપાલિકા બિલ્ડીંગમાં દરોડો પડી પાર્કિંગમાં જુગાર રમતા સલીમ હુસેનભાઈ આરી,સલીમ દિલુભાઈ સમા,જાવીદ બિલાલભાઈ મકવા અને ભુપત નાથાભાઇ સોલંકીને રૂ.૮૯૦ રોકડા સાથે ઝડપી લીધા હતા.
આ ઉપરાંત આજ સ્થળે કુંડાળું વળી જુગાર રમતા મુસ્તુફા ખાલીદભાઈ ઝૂફના,સમીર અજીમભાઈ શેખ,નદીમ અબ્દુલભાઈ કલાણીયા અને અસલમ ઈકબાલભાઈ અગવાનને રૂ.૧,૦૧૦ રોકડા સાથે ઝડપી લીધા હતા.મહુવા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.