ભાવનગરના ભરતનગર અક્ષર પાર્ક સોસાયટીમાં આવેલ મકાનમાંથી પાણીની ઇલેક્ટ્રીક મોટરની ચોરી થયાની ફરિયાદ ભરતનગર પોલીસ મથકમાં નોંધાઇ છે.
અક્ષરપાર્ક સોસાયટી, ભરતનગરમાં આવેલ કુણાલભાઈ મંગભાઈના મકાનમાં ભાડેથી રહેતા વિજયભાઈ નરસિંહભાઈ રાઠોડની ફળિયામાં રાખેલ પાણી ખેંચવાની અને ચડાવવા માટે ઉપયોગમાં લેવાતી ઈલેક્ટ્રીક મોટર કિં. રૂ. ૨,૫૦૦ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ ગયો હતો. આ બનાવ અંગે ભરતનગર પોલીસે તપાસ હાથ ધરી છે.