ભાવનગર શહેરના કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રીના સાહિલ સુરેશભાઈ ગોહેલ નામના 20 વર્ષના યુવાનની છરીઓના આડેધડ ઘા ઝીંકી હત્યા થઈ હતી આ બનાવ અંગે મૃતક યુવાનના પિતા સુરેશભાઈ ગોહેલે બાનુબેનની વાડી કુંભારવાડામાં રહેતા નિતીન ઉર્ફે લબક મકવાણા સામે સાહિલની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા હાથ ધરી છે હત્યાના આ બનાવથી ચકચાર નથી જવા પામી છે.