ભાવનગર- વરતેજ સ્થિત રંગોલી રિસોર્ટ ખાતે યોજાયેલ નવરાત્રિ રાસોત્સવના સુંદર આયોજન અને બેસ્ટ મેનેજમેન્ટ બદલ મોમેન્ટો આપી અભિવાદન કરાયું હતું. રંગોલી દાંડીયા ૨૦૨૨એ ખેલૈયાઓની વાહ વાહ લૂંટી હતી. અધતન સાઉન્ડ, લાઈટિંગ અને વિશાળ મેદાન સાથે શ્રેષ્ઠ મ્યુઝીશનોની ટીમે આ આયોજનને ચાર ચાંદ લગાવ્યા હતા. આથી સ્મોલ વન્ડર દ્વારા મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવેલ.
સુંદર મેનેજમેન્ટ અને આયોજન કરનાર રંગોલી રિસોર્ટના ચેરમેન – મેનેજીંગ ડાયરેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ તથા મેનેજમેન્ટ ટીમને સ્મોલ વન્ડર દ્વારા મોમેન્ટો આપી સ્ટેજ પર અભિવાદન કરાયું હતું.