ઘંટાકર્ણ વિરદેવની પક્ષાલ અને પૂજા વર્ષમાં એક જ વખત કાળી ચૌદશના પર્વે થતી હોય છે, આ દિવસની ખાસ રાહ જોવાતી હોય છે ત્યારે શહેરના ક્રેસેંટમાં આવેલ સીમંધર દેરાસરે આજે ઘંટાકર્ણ વિરદેવની પક્ષાલ પૂજા માટે ભાવિકો ઉમટી પડયા હતા.
પ્રથમ પક્ષાલ વિધિ થયા બાદ કેસર પૂજાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ઘંટાકર્ણ વિરદેવને શુદ્ધ ઘીની સુખડીનો પ્રસાદ અનેક ભાવિકોએ ધરાવ્યો હતો. સવારે પક્ષાળ પૂજા બાદ રાત્રે પરંપરાગત હવન યોજાશે જેના દર્શનાર્થે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડશે.