સિહોર નજીક સુરતના વેપારીની કાર અટકાવી વેપારી, તેની પત્ની અને સાળા ઉપર અગાઉ કરેલ પોલીસ ફરિયાદની દાઝ રાખી ટોળાએ હુમલો કરતા શિહોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ મૂળ ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામના વતની અને સુરતમાં કાપડ નો શોરૂમ ધરાવતા સુધીરભાઈ અશોકભાઈ ગોયાણી (ઉ.વ.૩૩ ) પોતાના વતન રૂપાવટી ગામ આવ્યા બાદ ગત તા. ૩/૧૧ ના રોજ પોતાની કાર લઈને સુરત પરત જઈ રહ્યા હતા ત્યારે સિહોર નજીક તેમની કારને અટકાવી કારમાં આવેલા સુરતમાં રહેતા હરેશભાઈ રઘુભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ રઘુભાઈ ચાવડા અને ૧૦ થી ૧૨ અજાણ્યા ઇસમોએ સુધીરભાઈએ સામા વાળા પાસેથી પૈસા લીધા હોય જે અંગે સુધીરભાઈએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યાની દાજ રાખી સુધીરભાઈ ગોયાણી તેના સાળા પરેશભાઈ દામજીભાઈ ઘેવરીયા અને પત્ની કાજલબેન ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી આપવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.
આ બનાવ અંગે સુધીરભાઈ ગોયાણીએ સુરતના હરેશ ચાવડા, ઘનશ્યામ ચાવડા અને અજાણ્યા ૧૦ થી ૧૨ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.