ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે ૧ ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે તેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ગઈકાલ સુધીમાં હજુ એક પણ ઉમેદવારી પત્ર ભરાયો નથી જ્યારે સાત બેઠકો માટે ૬૫ ઉમેદવારી ફોર્મ નો ઉપાડ થયો છે જેમાં સૌથી વધુ ભાવનગર પશ્ચિમ બેઠક માટે ૧૫ ફોર્મ ઉપડ્યા છે
ગુજરાત વિધાનસભાની તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં ભાવનગર જિલ્લાની સાત બેઠકોની ચૂંટણી પ્રથમ તબક્કામાં તારીખ ૧ ડિસેમ્બરના રોજ યોજાના છે જેના ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ ગયો છે જેમાં પ્રથમ દિવસે શનિવારે ૩૪ ફોર્મનો ઉપાડ થયો હતો જ્યારે સોમવારે વધુ ૩૧ ફોર્મનો ઉપાડ થતાં ગઈકાલે સોમવારે સાંજ સુધીમાં સાત બેઠકો માટે ૬૫ ફોર્મનો ઉપાડ થયો હતો.
ભાવનગર જિલ્લાની મહુવા બેઠક માટે સોમવાર સુધીમાં કુલ ૧૨ ફોર્મનો ઉપાડ થયો હતો જેમાં કોંગ્રેસના ચાર, વ્યવસ્થાપન પરિવર્તન પાર્ટીના બે અને અન્ય છ મળી કુલ ૧૨ ફોર્મ ઉપડ્યા હતા તળાજા વિધાનસભા બેઠક માટે સોમવાર સાંજ સુધીમાં કુલ ૧૩ ફોર્મ ભર્યા હતા જેમાં વ્યવસ્થાપન પરિવર્તન પાર્ટીના ચાર, બહુજન સમાજ પાર્ટીના ચાર અને અન્ય પાંચ મળી કુલ ૧૩ ફોર્મનો ઉપાડ થયો હતો આ ઉપરાંત ગારીયાધાર બેઠક માટે પણ બીએસપીના બે અને અન્ય બાર મળી કુલ ૧૩ ફોર્મનો ઉપાડ થયો છે.
ભાવનગર જિલ્લાની પાલીતાણા બેઠક માટે બહુજન સમાજ પાર્ટીના બે અને વ્યવસ્થાપન પરિવર્તન પાર્ટીના બે મળી કુલ ચાર ફોર્મ અત્યાર સુધીમાં ઉપાડ થયો છે જ્યારે ભાવનગર ગ્રામ્યની બેઠક માટે બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા છે. આ ઉપરાંત ભાવનગર પૂર્વ ની બેઠક માટે અત્યાર સુધીમાં કુલ છ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા છે જ્યારે ભાવનગર પશ્ચિમ માટે સૌથી વધુ ૧૫ ફોર્મ નો અત્યાર સુધીમાં ઉપાડ થયો છે જેમાં સીપીઆઈના બે, બીએસપીના બે, વીપીએના બે, વીએચએસના એક, અને આઠ અપક્ષ ઉમેદવારો મળી કુલ ૧૫ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે. આમ ભાવનગરમાં વિધાનસભાની સાત બેઠકો માટે અત્યાર સુધીમાં ૬૫ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે જાેકે હજુ સુધી એક પણ ફોર્મ ભરાયું નથી.