ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કામાં ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂટણી માટે તળાજા બેઠક પરનાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલૂબેન ચૌહાણના સમર્થનમા પંજાબના મુખ્યમંત્રી ભગવતમાન આજે તળાજા પહોંચ્યા હતા અને ખુલ્લી ગાડીમાં રોડ શો યોજાયો હતો.