વિશ્વની સૌથી મોટી લોકશાહી એટલે આપણું ભારત અને તેમાં ભારતીય તરીકે આપણને મળેલા અધિકાર સૌથી મોટી ઉપલબ્ધી છે. આ લોકશાહીમાં સૌથી મોટું મહાપર્વ હોય તો તે છે મતદાન. દેશના, રાજ્યના, શહેર-ગામ કે આપણા વિસ્તારના પ્રતિનિધિ નક્કી કરવાનો આપણને અધિકાર લોકશાહીને કારણે મળ્યો છે અને એટલે આપણો મત લોકશાહીનો પાયો છે.
એક મતને કારણે સરકાર બન્યાના અને એક મતને કારણે જ સરકાર તૂટયાના દાખલાઓ પણ છે. મારા એક મતથી શું ફરક પડશે તેના બદલે એ વિચારવું જરૂરી છે કે, મારો એક મત મોટો ફરક પડી શકે છે. દેશ માટે, રાજ્ય માટે, શહેર તમારો એક મત પણ મહત્વનો છે. પહેલી ડિસેમ્બર એટલે કે આવતીકાલ ગુરુવારે આ મહાપર્વ મતદાનનો દિવસ આવ્યો છે ત્યારે અવશ્ય મતદાન કરીએ. આપણને મળેલા અધિકાર અને આપણી આ પવિત્ર ફરજનું પાલન કરીએ, આપણો એક મત યોગ્ય પ્રતિનિધિ અને યોગ્ય સરકારને નક્કી કરી શકે છે. તો ચાલો આવતીકાલ ગુરુવારે લોકશાહીના મહાપર્વ મતદાનમાં સૌ જાડાઈ અને આપણો કિંમતી અને પવિત્ર મત નિર્ભય અને નિષ્પક્ષ રીતે જરૂરથી આપીએ.
મેનેજીંગ એડિટર-કોમલકાંત શર્મા