ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકોની સાથે ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે બપોરે 3 વાગ્યા સુધીમાં ભાવનગર જિલ્લામાં સરેરાશ 45.91% જેટલું મતદાન થવા પામ્યુ છે જેમાં સૌથી વધુ તળાજા બેઠક પર 47.82% અને સૌથી ઓછુ ભાવનગર પૂર્વ બેઠક પર 44.44% જેટલું મતદાન થયું છે
ભાવનગર જિલ્લાની સાત બેઠકોમાં બપોરે 3 વાગ્યા સુધીમાં મહુવા બેઠક પર 46.25%, તળાજા બેઠક પર 47.82%, ગારીયાધાર બેઠક માટે 47.02%, પાલીતાણા બેઠક માટે 44.77%, ભાવનગર ગ્રામ્ય બેઠક માટે 45.32%, ભાવનગર પૂર્વ બેઠક માટે 44.44% અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાની બેઠક માટે 46.12 ટકા મતદાન બપોરે ત્રણ વાગ્યા સુધીમાં થવા પામ્યુ છે.