ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે જેમાં મોટા ભાગના અકસ્માત હાઇવે પર જ સર્જાતા હોય છે. ત્યારે એકવાર ફરી નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના નિગમ ગામ નજીક બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બાઇક પર સવાર પરિવાર પર કાળ મોત બનીને આવ્યો. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત નિપજ્યાં છે.
અકસ્માતની મળતી માહિતી મુજબ આ અકસ્માત એટલો જીવલેણ હતો કે પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી છે.


