વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ૧ ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું ત્યારે ઇવીએમ લઈને આવેલા કર્મચારીઓનું રીસીવિંગ સેન્ટર ખાતે તાલીઓના નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ ઈવીએમ લઈને ચૂંટણી પૂરી થયા બાદ દૂર દરાજના ગામોમાંથી રીસીવિંગ સેન્ટર ખાતે મોડી રાત્રીના પહોંચતા હોય છે ત્યારે તેમની આ કામગીરીને બિરદાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમનું સ્વાગત તાલીઓના નાદ સાથે કરીને આવકાર્યા હતા. ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ આવા અદકેરા સ્વાગતથી ખુશ થઈ ગયા હતા.