સિહોરમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડાના પરિવારે ધામા નાખ્યા છે અને આ પરિવાર પૈકીનું એકાદ સભ્ય બે-ત્રણ દિવસે એક મારણ કરતું રહે છે પરંતુ હવે જ્યારે શહેરી વિસ્તારમાં પણ દેખા દે છે ત્યારે નગરજનો ભારે મૂંઝવણમાં મુકાયા છે. અને આખરે વન વિભાગે સિહોરી માતાના મંદિર પાસે પાંજરુ મૂક્યું છે પરંતુ ચાલાક દીપડા પાંજરે પુરાતા નથી આથી લોકોમાં ભય દૂર થતો નથી.