અમરેલી જિલ્લા સહિતના ગુજરાતના કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી તથા અમરેલી કાઠી ક્ષત્રિય બોર્ડિંગના પ્રમુખ વિસામણભાઇ કાળુભાઈ વાળાનું ૧૦૨ વર્ષની ઉંમરે આજરોજ નિધન થતા કાઠી ક્ષત્રિય સમાજમાં શોક વ્યાપી ગયેલ છે.
સ્વ. વિસામણબાપુ વાળા કાઠી ક્ષત્રિય સમાજના શિક્ષણના ક્ષેત્રના મોભી ગણાય. આઝાદી પછી તેઓએ ૧૯૬૦ના સમયગાળા દરમિયાન બોર્ડિંગની સ્થાપના કરીને સતત તેના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું . સમાજના ૧૦૦૦ કરતાં પણ વધારે યુવાનોને જીવન આપવામાં તેઓએ મહત્વપૂર્ણ યોગદાન પ્રદાન કર્યું. આ બોર્ડિંગની ચતુપુર્ર્તિ નિમિત્તે યોજાયેલા સમારોહમાં કાઠી ક્ષત્રિય કન્યા વિદ્યાલય જુનાગઢના બીજ રોપાયા હતાં.તેમા તેઓએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
આ ઉપરાંત તેઓ અમરેલીના જાણીતાં કાયદાવિદ્ પણ હતાં. અને જાહેર જીવનમાં તેઓ અમરેલી નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા હતાં સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ તેમને પુષ્પાંજલિ અર્પી હતી.