કલા પ્રતિષ્ઠાન- સૂરત આયોજીત ચિત્રકાર કાંતિસેન શ્રોફ જન્મશતાબદી વર્ષ નિમિતે સમપ્રિર્ત ૧૬મુ કલા પ્રદર્શનનું આયોજન કરેલ તેમાં આખા ગુજરાતમાંથી કલા પ્રતિષ્ઠાન સંસ્થા સુરત મુકામે અંદાજે ૧૮૦ કલા કૃતિના ફોટોગ્રાફ કલાકાર મિત્રોએ ફ્રોર્મ દ્વારા મોક્લાવેલ હતા. તેમાંથી ૫૩ કલાકૃતિનું સિલેકશન ગુજરાતના નામાંકિત ચિત્રકાર અને તસ્વીરકાર દ્વારા થયું, કલા પ્રતિષ્ઠાન- સૂરત આયોજિત ૧૬મું કલા પ્રદર્શનમાં ઑપન ગુજરાત ફોટોગ્રાફી વિભાગમાં ભાવનગરના ઘવલ અમૂલભાઈ પરમારને બેસ્ટ ફોટોગ્રાફી એવોર્ડ ૪૦૦૦ રૂપિયાનો મળેલ છે
તેઓ ભાવનગરના જાણીતા તસ્વીરકાર અમૂલભાઈ પરમારના પૂત્ર છે. કહેવાય છેને કે મોરના ઈંડાને ચિતરવા ન પડે એમ ત્રીજી પેઢીએ પણ આ કલાને જીવંત રાખી છે. ને દાદા ખોડીદાસભાઇની પરંપરાને આગળ ઘપાવી છે.