ભાવનગર,તા.13
મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ આજે શુક્રવારે મળેલ તેમાંઅધ્યક્ષસ્થાનેથી મહત્વનાં નિર્ણયો કરવામાં આવેલ. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં મહેકમમાં હાલ ૭૬ જગ્યા મંજુર થયેલ છે. તેની બદલે હવે ર૪ર જગ્યા મંજુર કરેલ છે. જેથી ૩.૧૮ ગણું મહેકમમાં વધારો કરેલ છે. આવનાર દિવસોમાં શહેરની ફાયર સ્ટેશનની જરૂરિયાતો ધ્યાને લઇ આ નિર્ણય કરેલ છે.
ઉપરાંત પશુત્રાસ વિભાગનું નવું સેટઅપ મંજુર કરેલ છે. જેમાં માત્ર એકજ જગ્યા હતી તેની સામે ૬૧ નવી જગ્યાનું સેટઅપ વધારેલ છે. જેથી ૬૧ ગણું વધુ સેટઅપ કરેલ છે. જેથી આવનારા દિવસોમાં તે જગ્યાઓએ ભરતી કરીને પશુત્રાસ નિયંત્રિત કરવાની દિશામાં આ મહત્વનો નિર્ણય કરેલ છે. જયારે ઓડીટ વિભાગના ટેકનીકલ સ્ટાફ જે-તે કામોની વિઝીટ કરવા જાય ત્યારે તેની સાથે સેક્રેટરી વિભાગે સી.ક્લાર્કમાં ભરતી થયેલા ૩(ત્રણ) કર્મચારી જે એન્જીનીયરો છે તેમને પણ વિઝીટ કરવાની મંજુરી આપવામાં આવેલ છે. તેમજ મોટા પ્રોજેક્ટોમાં પણ વિઝીટ કરવાની મંજુરી આપવામાં આવેલ છે.
(૧) ચિંતન ચાંપાનેરી –B.E (Mechanical)
(૨) વૈપીલ હૅમર – B.E (Mechanical)
(૩) ક્રિષ્ના જોષી – B.E (Electronics & Communication)
એડીશનલ સીટી એન્જીનીયર તથા સીટી એન્જીનીયરના પરિશિષ્ટમાં સુધારો કરેલ છે તેમજ બોર્ડ & કમિટી વિભાગ અને ઓડીટ વિભાગમાં ભરતી બઢતી મીટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરેલ છે.






