તળાજા તાલુકાના નવા શોભાવડ ગામમાં રહેતા પિતા-પુત્ર ઉપર બાજુમાં રહેતા તેના ભત્રીજાના પુત્રએ કુહાડી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર અર્થે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ તળાજા તાલુકાના નવા શોભાવડ ગામમાં રહેતા ચેતનભાઇ જાદવભાઈ બારૈયા ( ઉં.વ. ૭૦ ) અને તેના પરિવારજનો ગઈકાલે સાંજે તેમના ઘરે વાળુ કરતા હતા તે દરમિયાન બાજુમાં રહેતા ચીંથરભાઇના ભત્રીજા મગનભાઈ બારૈયાનો પુત્ર કાળુ ગાળો બોલતો હોય, તેને ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલો કાળુ કુહાડી લઈને ધસી આવ્યો હતો અને ચીંથરભાઇ તેમજ તેમના પુત્ર રાજુભાઈને કુહાડીનો એક-એક ઘા ઝીંકી દેતા પિતા પુત્રને સારવાર અર્થે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ચીંથરભાઈ બારૈયાએ તેના ભત્રીજાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તળાજા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી..