ભાવનગરના વિદ્યાનગરમાં ગત મોડી રાત્રીના સમયે પસાર થઈ રહેલી કાર નં. જી.જે.૦૪ બી.ઈ.૪૩૮૯ ના ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર બી.પી.ટી.આઈ.ના મુખ્ય દરવાજા સાથે અથડાતા દરવાજો તેમજ પિલર તૂટી ગયો હતો અને નુકસાન થયું હતું.અકસ્માતની ઘટનામાં કારને પણ સરુએવું નુકસાન થયું હતું.જ્યારે કારમાં સવાર વ્યક્તિઓને પણ ઇજા થઇ હોવાનું જાણવા મળેલ છે.મોડી રાત્રીના હનુમાન મઢી તરફથી આવતી કારનો અકસ્માત થતા બનાવ સ્થળે લોકો એકઠા થઇ ગયા હતા.