શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટના ઉપક્રમે તાજેતરમાં યોજાયેલ સોનીની હવેલી- મંદિરના પાટોત્સવનો આદેશ સ્વ.જયાબેન જસુભાઇ વાવડીયાના સ્મરણાર્થે જે.કે. સન્સ પરિવારના રોહિતભાઇ અને પંકજભાઇ (રાજકોટ-અમદાવાદ)એ લીધો હતો.
શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટના ઉપક્રમે હવેલી-મંદિરના મુખ્ય મનોરથી પરિવારના સભ્યોનો સન્માન સમારોહ આગામી તા.૫ને રવિવારે સાંજે ૭ કલાકે ભાવનગર શહેરના ડોક્ટર હોલમાં યોજાશે. આ સમારોહના પ્રારંભે ગત કોરોનાકાળમાં સદગતિ પામેલા સોની સમાજના ભાઇઓ તથા બહેનોને શ્રધ્ધાંજલિ અર્પવા માટે આ સાથે સાંજે ૫ કલાકે આનંદના ગરબાના સંગીતમય સંકિર્તન, પાઠ રાખેલ છે. ત્યારબાદ સાંજે ૭.૩૦ કલાકે સમસ્ત શ્રીમાળી સોની જ્ઞાતિજનોનું સમુહ મહાપ્રસાદ રાખેલ છે. શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નરેન્દ્રભાઇ ધોળકીયા (લાઠીદડવાળા) અને નવલભાઇ ચાંપાનેરી (ગઢડાવાળા)ના માર્ગદર્શન તળે આયોજીત આ સમારોહને સફળ બનાવવા કમિટિ મેમ્બર્સ અને સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.